Sunday, August 31, 2025

जय जय श्रीराधे

गत वर्ष राधाष्टमी महोत्सव पर राधाजी की कृपा हुई कि जो युगलस्वरूप के चित्र जी देखकर उनके वर्णन में कुछ पंक्तियाँ जुड़ गईं। हिंदी-ब्रजभाषा मिश्रित शब्दों में प्रथम प्रयास है। छन्द-बद्ध तो नहीं हैं, भाषाशुद्धि में, शब्दों के चयन में अनेक भूलें भी कदाचित रह गईं होंगीं... पर सहसा जो लिख दिया यहाँ भी सहज रही हूँ। 
ऐसी कृपा हो, कोई शब्द मन में आएँ, वह प्रभुसेवा में आएँ। 🙏

राधाने जो कियो मान, कान्हाने सो बेला जान
निज कर बेनी गूंथ आनन्द को दियो दान ।
आरसी में दिखे नैन, पियारी के सुखचैन
एक टक जुगों तक दरस होते दिन रैन ।
पलक जो झपकत, बिरह से डरपत
चन्दर को बरजे, पिय बदर में छिप मत ।
सोभित देख जुगल सुगंधित भए कमल 
धन है जीवन आज लाडली प्रकटी भूतल ।।
-  भैरवी🙏
#राधाष्टमी 🌷

(राधाजी जो रूठ गईं, कान्हा ने समय परखकर साथ बैठ उनके बाल सँवार वेणी बना दी, ऐसा आनंद दिया। राधाजी को दर्पण में कृष्ण के ही नयन दिख रहे हैं जो उनके जीवन का सर्वोच्च सुख है। दिन रात अनिमेष नेत्रों से उन्हीं के दर्शन करते युग भी बीत जाएँ। तभी जब भी पालक झपक जाती है, वह क्षणार्ध मात्र में भी दर्शन का विलंब लगने से विरह का भय लगता है; और वे पूर्णचंद्र को आज्ञा करती हैं, बादलों के पीछे छुप न जाना, अंधेरा न हो जाए। इस शीतल प्रकाश में युगल स्वरूप की शोभा देख कर रात्रि को भी कमल खिलकर सुवासित हो गए हैं, क्यों कि जीवन धन्य है जो इस काल में लाडली राधिका जी इस धरती पर प्रकट हुई हैं।)
🌷🌷🌷

- BhairaviParag



Thursday, August 14, 2025

શ્રાવણભાદો (છંદકાવ્ય)

બે વર્ષ પર સુવૃત્તતિલકમ્ ગ્રન્થના અભ્યાસથી પુનઃ જાગૃત થયેલ છંદોબદ્ધ કાવ્યો પ્રત્યે અહોભાવ, સુજલા-સુફલા ભૂમિ ભારતવર્ષમાં વર્ષાઋતુનો ઘનશ્યામ-હરિત વૈભવ, ભક્તિભીનાં  ઉત્સવોનું આગમન, એ પર રાગ મલ્હારમાં સુસજ્જ અનેક ગીતો મ્યુઝિક એપ પર સાંભળતા જામેલો રંગ. 
છન્દપરિચય - 
આ કાવ્ય એક સિંહનો ચાલ સમો લહેકો ધરાવતા કર્ણપ્રિય શાર્દુલવિક્રીડિત છંદમાં રચાયો છે.
અક્ષરમેળ છંદ એવા શાર્દુલવિક્રીડિતનું બંધારણ છે - 
દરેક પંક્તિમાં મ સ જ સ | ત ત ગા 
અર્થાત્, ૧૯ અક્ષર, જેમાં યતિ (વિરામ) ૧૨મા અક્ષરે; જેથી,
ગુરુ ગુરુ ગુરુ લઘુ લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ લઘુ લઘુ ગુરુ ,
ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ.
આ ગોઠવણીમાં દરેક પંક્તિ સજ્જ થાય છે.
આ છંદમાં જ આપણા સૌનું જાણીતું ઉદાહરણ છે સરસ્વતીવંદના
या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता
या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना ।
या ब्रह्माच्युत शंकरप्रभृतिभिर्देवैः सदा वन्दिता
सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा ॥
તેમ જ સૌ વૈષ્ણવોને અતિ પ્રિય પ્રાતઃસ્મરણ
श्रीगोवर्धननाथपादयुगलं हैयंगवीनप्रियम्।
नित्यं श्री मधुराधिपं सुखकरं श्रीविट्ठलेशं मुदा॥
श्रीमद् द्वारवतीश गोकुलपति श्रीगोकुलेन्दुं विभुं ।
श्रीमन्मन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे ॥ ...
તદુપરાંત વિવાહપ્રસંગે ગવાતું મંગલાચરણ...
એ જ રીતે ગેય છે વર્ષાઋતુ વર્ણવતી પ્રસ્તુત કવિતા - 

શ્રાવણ-ભાદો
(શાર્દુલવિક્રીડિત)

જો, તો! આ રસબિન્દુ વાદળ તણાં મોતી સમા શોભતાં!
વર્ષે છે નભથી અમી મન ભરી પૃથ્વીતૃષા વારવા.
ખેડૂતો પણ વાવણી ઝટ કરી, વન્દે કરો જોડતાં,
લ્હેરાવે ધન શીતલા તુ સુફલા માતા ધરા શ્યામલા!

વૃક્ષો રેલમછેલ નંદનવને ભીંજાય, લીલાં થતાં.
કો કન્યા સુકુમાર ગાન કરતી, હિંડોલમાં મ્હાલતી.
નાનાં બાળ જળે છપાક કરતાં દીસે હસી નાચતાં,
જાણે લાલન ગોપનાં જ રમતાં હો ગોકુલે કાનુડા!

સંતોષી ખગ મોર ચાતક ઘણાં, ને સૌ મૃગોને હવે
ના કો ચિંતન હો ક્ષુધા-તરસનું, ભંડાર છે ઘાસનાં.
દૃશ્યો શ્રાવણમાં સુભાદ્રપદમાં આવાં દિસે ભાવતાં,
ગુંજે સુસ્વરમાં ગણેશભજનો, ને કીર્તનો શ્યામનાં!

- ભૈરવીપરાગ

Wednesday, August 06, 2025

ખાંડની પુતળી રે...

અહીં વાત છે એક શુદ્ધ હૃદય અને એણે એકાએક સાંભળેલા એક પોકારની. પોકાર એવો, જે ન અણસૂણ્યો થાય. એવું સત્ય, જેને સૂણીને નકારી ન શકાય. જેને મળતાં સહસ્રાબ્દીઓની પિછાણ તાજી થાય.

વાત છે સ્વયં તલ્લીન થઈ સર્વસ્વ મેળવવાની, સીમિત વૃત્તિઓને પાર એવાં અસીમને પામવાની. એવું વરસતું અમૃત, જે કોઈ પામ્યાં તો સ્વયં જ અમીમય બની ગયાં, ભીતર સર્વદા રહેલી મધુરતા હવે સર્વત્ર વહાવતા ચાલ્યાં.


પ્રસ્તુત છે,

ખાંડની પૂતળી 

સોનારેખ છુપાઈ સૂરજની, સાંજની ઢળી ગઈ લાલી, 
એકલ બેઠી'તી, ત્યાં બિનમોસમ વરસી વાદળી કાલી.
ઝરૂખેથી જોતા ઝીણી ઝરમર લાગી એવી વ્હાલી,
જો ને, ખાંડની પૂતળી રે, વરસાદમાં નહાવા ચાલી!

ભીની ભીની માટી અને ભીનો તુલસી ક્યારો,
ભીના નયણાં ભુલાવી દેતો ઝાંખો એક તારો.
ફોરમ ને ઉજાસ એ માણી, પૂરણ પામવા હાલી,
જો ને, ખાંડની પૂતળી રે, વરસાદમાં નહાવા ચાલી!

ફોરાં ઝીલવાને ફેલાવ્યા એના ઉજળા ઉજળા હાથ, 
એકપળમાં ઓળખી ગઈ જાણે જનમ-જનમનો સાથ.
મીઠી મીઠી સેર ત્યાં ટપકી, ધરતી લેતી ઝાલી.
જો ને, ખાંડની પૂતળી રે, વરસાદમાં નહાવા ચાલી!

ના ના કહેતા ફળીયાનો કોણ સુણે છે સાદ?
સીમાડા કૂદી વહેવાનો જેને લાગ્યો છે નાદ!
લેશ ન રહ્યું શેષ, એવી શૂન્યતામાં એ મ્હાલી.
જો ખાંડની પૂતળી રે મધુરું ઝરણું થઈ વહી ચાલી!

~ BhairaviParag

Sunday, January 10, 2021

Kuchh to bataa Zindagi

इस ब्लॉग पर संस्कृत में यह प्रथम प्रस्तुति है। कविता लिखने में रुचि तो है ही, मूल गीत के लय और भाव के उपयुक्त शब्द चुनने का खेल, और एक पंक्ति में लाघव बनाए रखने से मिलता संतोष। ट्विटर पर एक संस्कृत छात्रा ने कल कोई  गीत - "कुछ तो बता ज़िन्दगी" गुनगुनाते हुए उसी गीत की पहली कड़ी संस्कृत में ट्वीट कर दी, तो उस गीत को खोज लिया और आगे लिखने का मैंने भी प्रयास किया।  पहले भी एक ङ्ओओ कड़ियाँ किसी न किसी  गीत की लिखती आई हूँ, इस बार हँसीखेल में पूरे गीत का अनुवाद हो गया। अब तक मैं व्याकरण भली-भाँति नहीं सीख पाई तो त्रुटियाँँ हो सकती हैं, पर वह तो लिखते लिखते अभ्यास से ही जाएंगी। इसी तरह गीतों-कविताओं के अनुवाद करते करते कभी नए वाक्य संस्कृत में सरलता से लिखना भी सीख ही जाऊंगी। 

तो वह गीत यहाँ सुनें - Zindagi Kuch Toh Bata - और साथ एक अनुवाद भी देखकर प्रतिक्रिया अवश्य दें।

दा प्रणयपरिवेष्टितः

कस्मिंश्चित् वीथिकान्ते

अहं वर्णयामि तव हस्ते

नामं मम तव नामान्ते

नतलोचन त्वं तदा हे

गतसङ्कोच भवतु

मम भुजशीखरे संविशतु

कपोल तव जीवनम्

किञ्चित् तु वद जीवन...

स्वसङ्केतं जीवन...


तारकित रात्र्यां पठिष्यामः

सम्भूय भवतः पत्रं  

एकस्मिन् हस्ते कम्पितः

सावशेष पृष्ठं रिक्तं

किञ्चित् व्याक्रोशतु भवत्

ईषत् विप्रलपामि अहम्

मा कुप्यतु भोः जीवन

किञ्चित् तु वद जीवन...

स्वसङ्केतं जीवन...


(त्वम् वर्तसे ततः जीवामि अहम्

त्वम् वर्तसे ततः जीवामि अहम्

त्वम् वर्तसे ततः च व्योमन् 

त्वम् वर्तसे ततः धरा मम)


कश्चन मार्ग

कश्चित पथ हि

ददातु माम्

काचित् सञ्ज्ञाम्  

किञ्चित् तु वदऽऽ जीवन...

स्वसङ्केतंऽऽ जीवन...


Sunday, October 08, 2017

એક સરોવર ની વાત

સરોવરનું શાંત સ્થિર જળ...જાણે દર્પણ
સાફ સ્પષ્ટ દેખાતું એમાં
પ્રતિબિંબ આકાશ નું
હર પ્રહર રહેતું બદલાતું, રંગ માં,
કદી ઘેર્યું તો કદી નિરભ્ર
પ્રતિબિંબ જ...છાપ તો કદી ના છોડતું
બસ વાયુ ની લહેર માં કદી જરા ધ્રુજતું

એ જળને સૂર્યકિરણો ચમકાવી રહ્યા
જેમ રત્નો અણમોલ હો ત્યાં ભર્યાં
નિરવ છે વાતાવરણ
બસ થોડા ભ્રમર કમળે ગૂંજી રહ્યા

ત્યાંજ આવ્યું કોઈ ફરતાં ફરતાં
એ જ નિશબ્દતાને કાજ
હતા કે એના કાન તરસતાં?

ના...નહોતી આદત કદાચ એને
જળ વાયુ આભથી એક થઈ ને...
બસ એક થઈ ને,
થોડી ક્ષણો વિતાવવાની

શું કર્યું? ઉઠાવ્યો એક પથ્થર કાંઠે થી.
શું જાણવું'તુ? કેટલે દૂર જાશે એના હાથ થી?
કોણ જાણે...બસ ઉઠાવ્યો,
એ ને તાણી ફેંક્યો પાણી માં...

...છપાક...

પડ્યો તે સરોવર માં...

પાણી ઉડયું થોડું.
ઉડતાં જલબિન્દુએ ઝીલ્યાં કિરણો,
સોનેરી એ પણ ચમક્યા જરા,
ને ફરી મળી ગયા તળાવ માં.
માછલીઓ ચોંકી, તરી દૂર ગઈ,
પંખી એક અવાજ માં ચહેકી ઉડયા.

હા...એક વાત થઈ...જોયું?
એ પથ્થર પણ તો પલળ્યો,
જઈ પડ્યો જ્યારે જળ માં...
બસ જરાતરા ભીનો ન થયો,
સમાઈ ગયો એ પૂરો તળમાં.

હવે તો પાણી ની માછલીઓ
રમશે આસપાસ તરતી,
બનાવશે ઘર
એ જ પથ્થર પાછળ,
જે બની રહ્યું
અંગ નાનકડું
એ સરોવર નું,
જેમાં પડ્યો હતો એ પથ્થર...
બનાવતો વલયો
એકદા...છપાક થી.

- BhairaviParag

(One of my earlier poem in Hindi - वलय - posted elsewhere on this blog, presented again in Gujarati here)